Get The App

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે 1 - image


Ganesh Chaturthi 2025 : ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે કંઈક નવું અને અનોખું કરીને યુવાનોને ધર્મ તથા સર્જનાત્મકતા તરફ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે, મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતાં ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. તેમણે 50 કિલોગ્રામ બટાકામાંથી 5.25 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે, જેને તેમણે પ્રેમથી 'અન્નદાતા ગણેશ' નામ આપ્યું છે. આ અનોખી મૂર્તિ હાલ મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં મેરેથોન નેક્સ્ટ ઝેન બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવી છે.

અલગ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા

ડૉ. અદિતિએ જણાવ્યું કે, 'પર્યાવરણને અનુકૂળ આ પ્રતિમાનું વિસર્જન થયા બાદ તેમાંથી નીકળેલા બટાકાને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.' તમને જણાવી દઈએ કે, ડૉ. અદિતિ મિત્તલ છેલ્લા આઠ વર્ષથી સતત આ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. તેઓ સુરતમાં રહીને તરબૂચ, સૂકા મેવા, નારિયેળ, મકાઈ, સાબુ, માટીના ક્યૂ-લેમ્પ જેવી વિવિધ ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. 

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે 2 - image

આ પણ વાંચો: સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન

વિસર્જન પછી આ મૂર્તિઓનો પ્રસાદ તરીકે વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે. તેમની આ અનોખી કલાકારીને કારણે ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને ગુજરાત બુક ઑફ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે. ડૉ. અદિતિએ પોતાના ગણપતિજીની અલગ-અલગ મૂર્તિઓ બનાવવાનો શોખ હજુ પણ જીવંત રાખ્યો છે અને દર વર્ષે નવા કીર્તિમાન સ્થાપે છે.

Tags :