VIDEO: ચાર મિત્રોના થયા અંતિમ સંસ્કાર, પરિવારોમાં આક્રંદ, ગુજરાતથી કેદારનાથ જતાં થયો હતો અકસ્માત
Gandhinagar News : યુપીના મુઝફ્ફરનગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી કેદારનાથ કારથી જઈ રહેલા 5 મિત્રને મુઝફ્ફરનગરના છાપર વિસ્તારના રામપુર તિરાહા નજીક ગત 30 જૂનના રોજ અકસ્મતા નડ્યો હતો. જેમાં 4 મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ થનારા ચારેય મિત્રોના મૃતદેહને આજે (2 જુલાઈ) વતન લાવીને અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી.
મૃતકોમાં બે યુવકો ગાંધીનગરના તારાપુર અને બે યુવકો સરગાસણના હતા. જેમાં જીગ્નેશ, કરણ, અમિત, વિપુલ ઠાકોરનો સમાવેશ થાય છે. આજે બુધવારે તારાપુરમાં મૃતક યુવકોની અંતિમયાત્રા કાઢતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ગાંધીનગરથી ઉત્તરાખંડના કેદારનાથ ખાતે જઈ રહેલા મિત્રો 30 જૂન, 2025ના રોજ યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારની સ્પીડ લગભગ 100ની હશે અને કાર ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી હતી. ગંભીર અકસ્માતની ઘટના છપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્જાઈ હતી. હરિયાણાથી ઈનોવા કારમાં આવી રહેલા યુવકોને પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ફ્લાયઓવર પર એક વળાંક છે. જેમાં કારની વધુ સ્પીડ અને વળાંક હોવાના કારણે ડ્રાઈવર કારને કાબૂમાં કરી ન શકતા અકસ્માત સર્જાયો હતો.