Get The App

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું 1 - image


Gandhinagar Demolition: ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે 100 વાર જેટલું અને વર્ષો જૂનું હતું. 

આ પણ વાંચોઃ દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન્યા

વહેલી સવારે ડિમોલિશન

મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીકલ બાલાપીર દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે દરગાહનું વર્ષો જૂનું 100 વાર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. ધાર્મિક દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ આ કામગીરી દરમિયાન હાજર રહ્યા હતા. 

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું 2 - image

આ પણ વાંચોઃ કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી

 રોડ પહોળો કરવા માટે કાર્યવાહી

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Tags :