દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન્યા

7 Volcanoes Lava Hills in India: ઈથિયોપિયામાં 12 હજાર વર્ષ પછી ફાટેલા જવાળામુખીની રાખ ભારતમાં પણ ઘુસી છે અને ચિંતા જન્મી છે ત્યારે ભારતમાં સક્રિય-નિષ્ક્રીય એવા 7 જવાળામુખીની યાદી છે જેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાના ધીણોધર પર્વતનો પણ સમાવેશ થાય છે.
કચ્છનો ધીણોધર: 50 કરોડ વર્ષથી સુષુપ્ત
કચ્છનો આ 386 મીટર (1266 ફૂટ ઉંચો) જ્વાળામુખી પર્વત જો કે 50 કરોડ વર્ષથી સુષુપ્ત છે અને એક્સટિન્ક્ટ એટલે કે સક્રિય થવાની શક્યતા ન હોય તેની વ્યાખ્યામાં આવે છે. આ ઉપરાંત ભારતના આંદામાન નિકોબાર ટાપુમાં બરેન ટાપુ આ વર્ષે જ એક્ટીવ છે, નારકોડમ ટાપુ પરનો જ્વાળામુખી છેલ્લે ઈ.સ. 1681માં ફાટ્યા બાદ હાલ સુષુપ્ત અવસ્થામાં છે. જયારે બારાતંગ ટાપુમાં જ્વાળામુખી ઈ.સ. 2003થી સક્રિય છે.
ગિરનાર, ચોટીલા અને બરડા ડુંગર: યુગો જૂના લાવા-જન્ય
આ સિવાય ભારતના હરિયાણામાં ધોસી હિલ્સ 73.20 કરોડ વર્ષોથી નિષ્ક્રિય છે. જયારે મણીપુર રાજ્યમાં લોકતક તળાવની જ્વાળામુખી 10 કરોડ વર્ષોથી સુપરવોલ્કાનિક છે જે કેવા પ્રકારનો છે તે હજુ જાણી શકાયું નથી. ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, બરડા ડુંગર પણ કરોડો વર્ષ પહેલા એટલે કે યુગો પહેલા લાવાથી સર્જાયા હતા.

