Get The App

રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસના ડરથી કૂવામાં ખાબકતાં મોતને ભેટ્યો

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસના ડરથી કૂવામાં ખાબકતાં મોતને ભેટ્યો 1 - image


Rajkot News : રાજકોટ જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટના થોરિયાળી ગામમાં 10 જેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા ત્યારે કોઇએ પોલીસે રેડ પાડી હોવાની બૂમ પાડી હતી. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પોલીસ બચવા ભાગેલો એક વ્યક્તિ કૂવામાં ખાબકતાં મોત નીપજ્યું હતું. પોલીસે જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વિંછીયાના થોરિયાળી ગામમાં શનિવારે રાત્રે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન કોઇએ અચાનક પોલીસ આવી હોવાની બૂમ પાડી હતી. જેથી જુગારીયાઓએ પોલીસની બીકે દોડ મૂકી હતી. ઘટનાસ્થળેથી દોડધામ મચી ગઇ હતી. જુગારીયા આમતેમ ભાગી રહ્યા હતા ત્યારે  મુન્નાભાઈ રાજપરાએ દિવાલ કૂદીને ભાગવનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અંધારામાં દિવાલની બાજુમાં રહેલો કૂવો ન દેખાતા તેઓ સીધા કૂવામાં ખાબક્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: રક્ષક જ બન્યા ભક્ષક: ગુજરાતમાં પોલીસકર્મીઓ સામે નશો, અકસ્માત અને દુષ્કર્મના ગંભીર આરોપ

આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે જુગારીઓને પકડી પાડી પૂછપરછ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :