VIDEO: 'મારો છોકરો ડૂબી ગયો...', પુત્રની માનતા પૂરી કરવા જતાં સોનલબેને ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો
Baroda News : ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને 14 લોકોના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યો છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પુત્રની માનતા પૂરી કરવા જતાં માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા છે. દુર્ઘટના બાદ નદીમાં પાણીની વચ્ચે એક માતા 'મારો છોકરો ડૂબી ગયો...'ના આક્રંદ કરતા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં દરિયાપુર ગામના પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જેમાં પુત્રની માનતા પુરી કરવા માટે સોનલબેન પઢિયાર, પતિ રમેશ પઢિયાર, પુત્રી વૈદિક અને પત્ર નૈતિક બગદાણા જઈ રહ્યા હતા, આ દરમિયાન બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દરિયાપુર ગામના સોનલબેને પતિ અને બે સંતાનો ગુમાવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવાની ત્રેવડ ના હોય તો રાજીનામું આપી દે: વિપક્ષની માગ