દીવ નજીક બુચરવાડા ગામમાં 9 લોકોની અર્થી ઊઠી, અમદાવાદ પ્લેન ક્રેશમાં પામ્યા હતા મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરૂવારે (12 જૂન) પ્લેન ક્રેશ થયું ત્યારે દુનિયાભરમાં તેના પડઘા પડ્યા હતા.જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું તે ભાવુક થઇ ગયો હતો. આ આંસુઓનું કારણ હતું કે, કોઈએ પોતાનો ભાઈ, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની માતા, તો કોઈએ પોતાના પિતાને લાખો લીટર ઈંધણમાં આગનો ગોળો બનેલા આ પ્લેન ક્રેશમાં ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની સૌથી વધુ અસર ભારત, બ્રિટન અને પોર્ટુગીઝ નાગરિકો પર થઈ હતી. કારણ કે, આ ત્રણેય દેશોના નાગરિકોના મૃત્યુ થયા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોમાંથી 53 બ્રિટિશ નાગરિક અને 7 પોર્ટુગીઝના નાગરિક હતા.
પોર્ટુગલના નાગરિકો ભારતમાં ક્યાં આવ્યા હતા....?
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા પોર્ટુગીઝ નાગરિક ભારતના દીવમાં આવ્યા હતા. આ અકસ્માત પહેલાં તેઓ દીવમાં પોતાની સંસ્કૃતિનો અનુભવ કરવા આવ્યા હતા. આ દુર્ઘટનામાં દીવ આવેલા 14 લોકોના મોત નિપજ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો દીવના રહેવાસી હતા, જે બાદમાં બ્રિટન અને પોર્ટુગલની નાગરિકતા લઈને ત્યાં વસી ગયા હતા. પરંતુ પોતાના મૂળ સાથે જોડાવા માટે તેઓ દર એકાદ-બે વર્ષે અહીં જરૂર આવતા હતા. આ અકસ્માતમાં એકમાત્ર જીવીત વિશ્વાસ કુમાર રમેશનો પરિવાર પણ દીવમાં જ રહે છે અને તે પોતાના પરિવારને મળવા માટે અહીં આવ્યા હતા.
એક ગામમાંથી ઉઠી 9 અર્થી
આ અકસ્માતમાં દીવના 14 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાંથી 9 લોકો એક જ ગામના રહેવાસી હતા. ગુરૂવારે જ્યારે વિમાન દુર્ઘટના થઈ તો અકસ્માતમાં દીવના બુચરવાડા ગામના 9 લોકોના મોત નિપજ્યા હતા. બુચવાડાના પંચાયત સભ્ય દિનેશ ભાનુભાઈએ જણાવ્યું કે, દીવના અનેક ગામના લોકો બ્રિટન અને યુકેની નાગરિકતા લઈ લીધી છે, પરંતુ તે પોતાના મૂળ સાથે જોડાઈ રહેવા માટે ઘરે આવે છે અને વડીલોને મળે છે. આ સિવાય પ્રમુખ તહેવાર અને લગ્નમાં સામેલ થવા માટે પણ આ લોકો દીવ આવે છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash LIVE : 184 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 158ના મૃતદેહ સોંપાયા
ઉલ્લેખનીય છે કે જઈએ કે, ગુરૂવારે અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જોકે, એક વ્યક્તિ જીવિત રહી હતી. આ અકસ્માતમાં ન ફક્ત વિમાનમાં સવાર વ્યક્તિઓના મૃત્યુ થયા, પરંતુ જે બિલ્ડિંગ પર વિમાન પડ્યું તેની આસપાસ હાજર લોકોના પણ મોત નિપજ્યા હતા.









