કલાર્કની પરીક્ષા માટે ફુલપ્રુફ પ્લાન, પેપર પહોંચાડનાર વાહનોમાં GPS લગાડાશે

- સુરત શહેરમાં કુલ 54005 ઉમેદવારો માટે 156 બિલ્ડીંગમાં 1801 બ્લોકમાં વ્યવસ્થા, તમામનું રેકોર્ડીંગ થશે
સુરત
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની બની રહેલી ઘટનાઓને ધ્યાને લઇને આ રવિવારે લેવાનારી કર્લાકની પરીક્ષામાં ફુલપ્રુફ પ્લાન બનાવાયો છે. સુરત શહેરમાં ૫૪,૦૦૫ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તે તમામનું રેકોર્ડીંગ કરાશે.
આગામી 13 મી ફેબુ્આરીએ ગુજરાતભરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કર્લાકની ભરતી માટે પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા 2018 માં રદ કર્યા બાદ ફરીથી અત્યારે લેવાનાર છે. આ પરીક્ષામાં સુરત શહેરમાંથી કુલ 54005 ઉમેદવારો પરીક્ષા આપનાર હોવાથી 156 બિલ્ડીંગોમાં 1801 બ્લોકમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષાને લઇને પેપર લીક થવાની ઘટના નહીં બને તે માટે ખાસ નજર રાખવામાં આવશે. જેમાં ચાર શિક્ષણ નિરીક્ષકને ખાસ કામગીરી સોંપવામાં આવી છે. તો આજે જિલ્લા કલેકટરે પણ બેઠક બોલાવીને પરીક્ષાની વિગતો મેળવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ પેપર લીક નહીં થાય તે માટે પેપરની બિલ્ડીંગ સુધી પહોંચાડવાની કામગીરી માટે જે વાહનનો ઉપયોગ થશે. તે વાહનોમાં ફરજિયાત જીપીએસ લગાડવમાં આવશે. સાથેજ 54005 ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવશે. ત્યારે તમામનું રેકોડીંગ કરાશે. પરીક્ષા દરમ્યાન પણ ગેરરીતિ નહીં થાય તે માટે ખાસ નજર રાખવામાં આવશે.




