Get The App

માર મારી અને લૂંટના ચાર ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
માર મારી અને લૂંટના ચાર ગુનામાં ફરાર આરોપી ઝડપાયો 1 - image

આણંદ અને ખેડા જિલ્લામાં

ભાલેજ, નિસરાયા, ઋણજ અને ચકલાસી ગામમાં લૂંટને અંજામ આપ્યાની કબૂલાત

આણંદ: આણંદ તથા ખેડા જિલ્લામાં સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને માર મારી લૂંટ કરવાના ચાર અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને આણંદ એલસીબી પોલીસે પીપળાવ ચોકડીથી ઝડપી પાડયો હતો. 

આણંદ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સોજીત્રા તાલુકાના ઋણજ ગામે નહેર પાસે તેમજ અન્ય જગ્યાઓએ થયેલી લુટના ગુનામાં સંડોવાયેલો વિક્રમ ઉર્ફે વીકો જશુભાઈ ચુનારા (રહે. ગાડા) સોજીત્રાની પીપળાવ ચોકડી આવવાનો હતો. પોલીસની ટીમ વૉચમાં હતી ત્યારે શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા વિક્રમ જશુભાઈ ચુનારા હોવાનું અને સાથીદારો સાથે મળી આઠેક માસ અગાઉ ભાલેજ ગામે ત્યારબાદ ચારેક માસ અગાઉ નિસરાયા તથા ઋણજ ગામે અને દસેક મહિના પહેલા ચકલાસી ગામે લુટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિક્રમ ઉર્ફે વીકો ચુનારાની અટકાયત કરી વધુ તપાસ અર્થે સોજીત્રા પોલીસના હવાલે કર્યો હતો.