Chhota Udaipur

ચૈતર વસાવાને સજા મુદ્દે કવાંટમાં ઘમાસાણ! AAP કાર્યકરોએ ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી સરકાર પર કર્યા પ્રહાર

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલાના કેસ મામલે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેને લઈને છોટાઉદેપુરના કવાંટ ખાતે AAP દ્વારા ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં ચૈતર વસાવાને સજા થતાં કવાંટ ખાતે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૈતર વસાવાને સજા મુદ્દે કવાંટમાં ઘમાસાણ! AAP કાર્યકરોએ ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી સરકાર પર કર્યા પ્રહાર

Chhota Udepur News: દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલાના કેસ મામલે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેને લઈને છોટાઉદેપુરના કવાંટ ખાતે AAP દ્વારા ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં ચૈતર વસાવાને સજા થતાં કવાંટ ખાતે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી છે.

1000684677.jpg

મળતી માહિતી મુજબ, કવાંટમાં AAP દ્વારા નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ રેલી યોજવામાં આવી છે. રેલીમાં AAPના કાર્યકરો અને સમર્થકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કોર્ટ દ્વારા ધારાસભ્યને સજા ફટકારવાના મામલે AAP પાર્ટીના કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરતા યોગ્ય ન્યાયની માગ કરી છે. આમ, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ચૈતર વસાવાને સજા મુદ્દે કવાંટમાં ઘમાસાણ! AAP કાર્યકરોએ ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી સરકાર પર કર્યા પ્રહાર | Gujarat Samachar