Gujarat

મમ્મી કોઇની સાથે વાત કરે છે તેમ કહેતા મામા-મામીએ ભાણેજને ઢોર માર માર્યો

By GS Team
21 Nov 20211 min read
This article was originally published on 21 Nov 2021
મમ્મી  કોઇની સાથે  વાત કરે છે તેમ કહેતા મામા-મામીએ ભાણેજને ઢોર માર માર્યો

અમદાવાદ,રવિવાર

દાણીલીમડામાં મામા મામી ભાણેજના વેરી બન્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મમ્મી કોઇની સાથે વાતચીત કરતી હોવાની ફરિયાદ કરતાં મામા મામીએ ભાણેજને ઢોર માર મારીને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેથી કિશોરને હાથે ફ્રેકચર થયું હતું.  આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મામાએ ભાણેજને લોખંડના સળિયાથી માર મારી પિતા પુત્રને મારી નાખવાની ધમકી આપી, હાથે ફ્રેકચર  થતા કિશોર સારવાર હેઠળ 

આ કેસની વિગત એવી છે કે  સીટીએમ વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના યુવકને પંદર વર્ષ અગાઉ દાણીલીમડામાં રહેતી મહિલા સાથે પ્રેમ લગ્ન થયા હતા. હાલમાં પરિવારમાં એક ૧૩ વર્ષનો પુત્ર છે પરંતુ લગ્ન બાદ મહિલા કોઇની સાથે વાતચીત કરતી હોવાની શંકા આધારે પતિ -પત્ની વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી, મહિલાના તેના પિયરમાં હતી ત્યારેે ગઇકાલે સવારે  પોતાના પુત્રએ મમ્મી કોઇની સાથે વાત કરતી હોવાની ફરિયાદ પુત્રએ તેની નાનીને કરી હતી જેથી મામા અને મામી ઉશ્કેરાઇ ગયા હતા.

અને ભાણેજને માર મારીને લોખંડના સળિયાથી તેના ઉપર હુમલો કર્યો હતો જેથી કિશોરને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ  બનાવ અંગે કિશોરના પિતાએ સાસરીપક્ષના ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે.