એમએસએમઈ એક્ટમાંથી બાકાત અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
- સરકાર સુધારેલી વ્યાખ્યામાં ફરી ફેરફાર કરીને રજિસ્ટ્રેશન કરે તેવી માંગ
- આર્થિક ખોટ ભોગવનારા ધંધાર્થીઓ જાહેર કરાયેલા લાભથી વંચિત રહી જશે
ભુજ, શુક્રવાર
કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાયા છે જેના થકી દેશના વિકાસને વેગે મળશે. પરંતુ એમએસએમઈની વ્યાખ્યામાં સુાધારા થવાના કારણે અનેક ધંધાર્થીઓ સરકાર દ્વારા જાહેર રાહતપેકેજમાંથી બાકાત રહી જતાં ભારે રોષ ઉભો થયો છે.
ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજ દ્વારા આ મુદે રજુઆત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, એમએસએમઈ ડેવલોપમેન્ટ એક્ટ ૨૦૦૬ હેઠળ રજીસ્ટર્ડ થઈ શકતા વેપારીવર્ગ માટે તા.૨૭ મે ૨૦૧૭ના રોજ મિનીસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા ઓફીસ મેમોરેન્ડમના માધ્યમાથી વેપારીવર્ગ હવેાથી રજીસ્ટર થઈ શકશે નહીં તેવું ઠરાવાયું છે. જેના કારણે હાલે માઈક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઈઝ માટે સરકારે જાહેર કરેલી લાભકારી યોજનાઓાથી અનેક વેપારીઓ વંચિત રહી જશે. વ્યાખ્યામાં સુાધારા થવાના પરીણામે ટર્નઓવર તેમજ રોકાણની મર્યાદામાં વાધારો થવાથી ઘણા એકમો ફાયદાઓ મેળવી શકશે . પરંતુ આ બાધાની વચ્ચે બાધી જ ચીજવસ્તુઓના હોલસેલર્સ અને રીટેલર વેપારીઓ , એન્ટરપ્રાઈઝ ધારકો, માધ ઉત્પાદકો, ખેતીવાડી માટેના સિંચાઈ ઉપકરણોના વેપારીઓ, કોટન જીનીંગના વેપારીઓ, બીજ પ્રસારની સેવાઓ આપતા વેપારીવર્ગ ચિંતામાં મુકાયો છે. આ વર્ગના ધંધાર્થીઓ એમએસએમઈ કાયદાહેઠળ રજિસ્ટ્રર ન થઈ શકે તો લાભાથી વંચીત રહેશે. આ વર્ગના વેપારીઓ તાજેતરની પરિસિૃથતિમાં પારવાર નુકશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓ માટે બીજીકોઈ યોજના હજુ પ્રકાશીત થઈ નાથી. આ સંજોગોમાં તેઓને તાત્કાલીક ધોરણે રજિસ્ટર કરવા કામગીરી કરાય તેવી માંગણી કરાઈ છે.