કચ્છમાં કોરોનાથી વધુ એક મોત, ૨૦ નવા કેસ
- કાળમુખા કોરોના થકી કુલ ૨૭ મોત : કુલ પોઝિટિવ કેસ ૫૩૦
ભુજ, શુક્રવાર
કચ્છમાં કાળમુખા કોરોના થકી વધુ એક ભુજની આાધેડ મહિલાનું મોત થતા અત્યારસુાધી કુલ ૨૭ મોત થઈ ચુક્યા છે. જ્યારે આજે વધુ ૨૦ નવા કોરોના મહામારીના કેસ નોધાતા જિલ્લા કુલ પોઝિટિવ કેસનો આંક ૫૩૦ થઈ ગયો છે. જ્યારે એક્ટીવ કેસ ૧૭૦ થયા છે. આજે ગાંધીધામ તાલુકામાં ૬, અંજારમાં ૫, ભુજમાં ૪, અબડાસામાં ૩, નખત્રાણા તાથા વીડીમાં એક - એક કેસ નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભુજના જુની રાવલવાડીમાં રહેતા ૫૭ વર્ષીય હંસાબેન નવીનચંદ્ર સોનીનો કોરાનાએ ભોગ લીધો હતો. તા.૨૯ના તેઓને જી.કેમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું કોરોના વાયરસના પરીક્ષણ માટે સેમ્પલ લેવાયા બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પહેલાથી ડાયાબિટીસની બિમારી હતી. આજ ે સવારે ૧૧.૪૬ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીધામમાં શહેરમાં સપનાનગરમાં રહેતા ૬૬ વર્ષના હંસાનંદ સીહાન,૩૩ વર્ષના પુષ્પાબેન ચાવડા , નંદનગર અંતરજાળમાં ૬૪ વર્ષના વીણાબેન દરજી, ભારતનગરમાં ૫૭ વર્ષના ચંપાબને મકવાણા, આદિપુરના ૪૦ વર્ષના અલ્કાબેન મ્યાત્રા તાથા ૫૭ વર્ષના વિનિતા સૌનકનીનો સમાવેશ થાય છે. જ્યારે અંજારના ખલીફા કોલોનીમાં ૪૨ વર્ષના લતીફ સુલેમાન, વિજયનગરના ૨૩ વર્ષના ચંદલકુમાર નવલકિશોર, કૈલાશ નગરના ૨૮ વર્ષના શિવાની બાંભણીયા, ૨૧ વર્ષના પરિક્ષિત બાંભણીયા, ગાયત્રી સોસાયટીના ૨૬ વર્ષના વિરલ પરમાર ચેપનો ભોગ બન્યા છે. જ્યારે ભુજના જુની રાવલવાડીના ૫૭ વર્ષના હંસાબેન સોની, કેમ્પ એરીયાના ૪૮ વર્ષના આરતી રાજપુત, ભીડ ગેટ પાસે ૭૧ વર્ષના વાલજીભાઈ મારવાડા તાથા એરપોર્ટ રોડના મામનદેવ નગરના ૪૦ વર્ષના પુનમ મહેશ્વરીનો સમાવેશ થાય છે. જ્યારે અબડાસાના સાંઘીપુરમના લેબર કોલોનીના ૩૪ વર્ષના રામેશ્વર કુમાર, ૨૨ વર્ષના પુષ્પેન્દ્ર મીના, ૨૩ વર્ષના નરેશ મીના સંક્રમણનો શિકાર બન્યા છે. નખત્રાણામાં હરીજનવાસમાં ૫૪ વર્ષના થાવર વિશ્રામ જેપાર તાથા રાપરના થરીયાધામ વિકાસ વાડીના મોરતેજ શેખને ચેપ લાગ્યો છે. આમ, કચ્છમાં નવા ૨૦ કેસ સાથે એક્ટીવ કેસ ૧૭૦ થયા છે. જ્યારે ૧૫ લોકો સાજા થઈ જતાં તેઓને રજા અપાતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંક ૩૩૪ થયો છે.