Gujarat

વીમા પોલિસીના પેન્શનના નામે રૂપિયા 8.76 લાખની છેતરપિંડી

By GS Team
11 Feb 20221 min read
This article was originally published on 11 Feb 2022
વીમા પોલિસીના પેન્શનના નામે રૂપિયા 8.76 લાખની છેતરપિંડી

મેક્સલાઇફ કંપનીના અધિકારીની ઓળખ આપીને

નિવૃત અધિકારીની પૂર્ણ થયેલી પોલિસીની વિગતો મેળવીને વિશ્વાસ કેળવીને છેતરપિંડી કરી

અમદાવાદ : અમદાવાદના બોપલના આરોહી ટ્વીન્સમાં રહેતા એક સિનિયર સીટીઝનની પૂર્ણ થયેલી મેક્ષ લાઇફની પોલીસીનું પેન્શન આપવાના નામે એક ગઠિયાએ કોડ જનરેટ કરાવીને રૂપિયા 8.76 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ અમદાવાદ રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

64 વર્ષીય સુરેશ ભાવસાર બોપલના આરોહી ટ્વીન્સ બંગ્લોઝમાં રહે છે અને પરિવાર સાથે નિવૃત જીવન પસાર કરે છે.ગત 7 જાન્યુઆરીને રોજ કોઇ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મેક્ષલાઇફ વીમા કંપનીના અિધકારી તરીકે આપી હતી.

તેણે જણાવ્યું હતું કે તેમની એક પોલીસીમાં રૂપિયા નવ લાખનું પેન્શન મળશે. જ પેન્શન મેળવવા માટે એક કોડ જનરેટ કરાશે. જે મોકલીને તે વ્યક્તિએ  યુનિયન બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી રૂપિયા 8.76 લાખની રકમ વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.