Gujarat

નશા યુક્ત સીરપ પકડાવાના કેસમાં ચોથો આરોપી પકડાયો, સીરપની બોટલો મોકલી હતી

By GS TEAM
13 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના વિસ્તારમાંથી પકડાયેલા નશા યુક્ત સીરપના જથ્થા નામ બનાવવામાં પોલીસે વધુ એક આરોપી ને ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નશા યુક્ત સીરપ પકડાવાના કેસમાં ચોથો આરોપી પકડાયો, સીરપની બોટલો મોકલી હતી

Vadodara Police :  વડોદરાના વિસ્તારમાંથી પકડાયેલા નશા યુક્ત સીરપના જથ્થા નામ બનાવવામાં પોલીસે વધુ એક આરોપી ને ઝડપી પાડ્યો છે.

યાકુતપુરા વિસ્તારમાંથી પોલીસે નશાયુક્ત સિરપની 25 બોટલ સાથે મોહમ્મદ ફિરોજ શેખ અને ઝડપી પાડ્યા બાદ હાથી ખાના ના મોસીન ખાન પઠાણ તેમજ ત્યારબાદ વાઘોડિયા રોડ યમુના નગર ખાતે રહેતા હિરવ પંડ્યાને ઝડપી પાડ્યા હતા. 

આરોપીની પૂછપરછ બાદ પોલીસને સપ્લાયર તરીકે વધુ એક આરોપીનું નામ મળ્યું હતું. જેથી વાઘોડિયા રોડ નાલંદા ટાંકી પાસે વોચ રાખીને કેયુર રમેશભાઈ રાજપુત (નાલંદા-૩ સામે સ્લમ ક્વાર્ટર્સમાં, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડ્યો છે.