હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

એલસીબીએ દરોડો પાડી રોકડ રૃ.46 હજાર કબજે લીધા
હળવદ - હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રોકડ રકમ સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં યુવરાજસિંહ ભીખુભા ઝાલા, લવજીભાઈ નાથાભાઈ ગોહિલ, મનસુખભાઈ જીવાભાઈ સોલંકી અને બાબુલાલ પંજાભાઈ પરમાર જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૃ.૪૬,૦૦૦ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. નાના એવા ચરાડવા ગામે જુગારની રેડ પડતાં ખળભળાટ મચી ગયો હતો.

