મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ
Mahisagar Accident: મહીસાગરના માર્ગ અકસ્માતમાં વન કર્મચારીના મોતના સમાચાર સામે આવ્યા છે. મારૂતિ વાન સાથે બાઇકની ટક્કર થતા વન કર્મચારીનું મોત નિપજ્યું હતું. હાલ, આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગુરૂવારે (14 ઓગસ્ટ) મહીસાગરમાં મારૂતિ વાન અને બાઇક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વન કર્મચારીનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર વન વિભાગના કર્મચારી પર્વત વાઘડિયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યો છે. આ સિવાય અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.