Get The App

સુરત, કેશોદ અને ગાંધીનગરમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી કોસ્મેટિક બનાવતા ઉત્પાદકોને ત્યાં દરોડા, 1 કરોડનો જથ્થો જપ્ત

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
સુરત, કેશોદ અને ગાંધીનગરમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી કોસ્મેટિક બનાવતા ઉત્પાદકોને ત્યાં દરોડા, 1 કરોડનો જથ્થો જપ્ત 1 - image


Raids on fake cosmetic manufacturers : ગુજરાત સહિત અનેક જગ્યાએ ખાદ્યચીજ વસ્તુ અને કોસ્મેટિક ઉત્પાદનોમાં ભેળસેળ કે બનાવતી હોવાનું સામે આવતું હોય છે. તેવામાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવી છે, ત્યારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરતા ભેળસેળયુક્ત જણાયા હતા. જેને લઈને તંત્રએ રૂ. 1 કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરીને ડુપ્લીકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સો સોશિયલ મીડિયા પર કોસ્મેટિક બનાવટની ભ્રામક તથા નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી ઓનલાઇન માધ્યમ પર તેનું વેચા કરતાં હોવાનું સામે આવ્યું છે.

સુરત, કેશોદમાંથી ડુપ્લીકેટ કોસ્મેટિક વસ્તુ ઝડપાઈ

સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્‍સ વગર અને અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્‍સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્‍સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટનું વેચાણ કરાતું હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણવા મળ્યું હતું. તંત્રએ દરોડો પાડીને ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઇનના બોક્ષ મળી આવ્યા હતા. જેમાં સોશિયલ મીડિયામાં મોટાપાયે આવી વસ્તુની જાહેરાત કરીને ઓનલાઇન બ્રાન્‍ડેડ ડુપ્લીકેટ કોસ્મેટિકના વેચાણનું રેકેટ ચાલતું હતું. જેમાં તંત્રની જૂનાગઢની ટીમે  કેશોદના  કુલદીપ પટોળીના મકાનમાં દરોડા પાડીને ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટોના 14 નમૂનાનું પરીક્ષણ કરવા મોકલીને રૂ.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

સુરત, કેશોદ અને ગાંધીનગરમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી કોસ્મેટિક બનાવતા ઉત્પાદકોને ત્યાં દરોડા, 1 કરોડનો જથ્થો જપ્ત 2 - image

જ્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને સુરતની WRIXTY AYURVEDA ના માલિક કૈશીક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન મોટાપાયે બનાવટી કોસ્મેટિકનું વેચાણની માહિતી મળતા ત્યાં દરોડો પાડ્યા હતા. જેમાં ખોટા લાયસન્‍સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં હતા. આ ઇસમોને પ્રોડક્ટના લેબલ અને તૈયાર પ્રોડક્ટ વગેરે મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્‍ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતાં હતા. જેમાં તંત્રએ કુલ 05 નમૂના લઈને આશરે રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

આ પણ વાંચો: કેવડિયામાં દુકાન-ઘરો તોડવાનો મુદ્દો બન્યો ઉગ્ર, ચૈતર વસાવા સહિતના કોંગ્રેસ-આપના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગરના પેથાપુર ખાતે દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્‍ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા હોવાની ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમને માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્રએ 2 નમૂના લઈને રૂ.30 લાખની કિંમતનો મુદ્દામાલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો અને રૂ.1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :