Gujarat

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી

By GS TEAM
24 Aug 20252 mins read
TukuTouch Logo
યુરોપના દેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે સુરતના ત્રણ મિત્રો અને બે ભાઇઓ સાથે 22.81 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશમાં નોંધાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી

યુરોપના દેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે સુરતના ત્રણ મિત્રો અને બે ભાઇઓ સાથે  22.81 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશમાં નોંધાઇ છે.

સુરતના રાંદેર આસોપાલવ સોસાયટી મંડપ ટાવરમાં રહેતો દર્શીલ નિતેશકુમાર શાહ ઉધના ખાતે દેવ ફાઇનાન્સમાં નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે તથા મારા મિત્રો ચિરાગ રેવડીવાલા, કૌશિક ચૌહાણને નોકરી માટે વિદેશ જવાનું હોઇ વડોદરા અલકાપુરી ખાતે આવેલ અલાઇન ઓવરસિસ નામની વિઝા કન્સલ્ટન્સી હું મારા મિત્રો નવીન ગોપાલભાઇ ખંડેલવાલ (રહે.પટેલ કોલોની, દિનેશ મિલ પાછળ, અકોટા)ની ઉપરોક્ત ઓફિસે મળવા ગયા હતા. તે સમયે ત્યાં પેસેફિક કન્સલ્ટન્સીના માલિક પ્રશાંતભાઇ શાહ પણ ત્યાં હાજર હતા. અમને યુરોપના કેટલાક દેશના વર્ક પરમિટ માટેની માહિતી આપી હતી. પ્રોસેસ ફી 6.50 લાખ થશે તેવું જણાવ્યું હતું. શરૂઆતમાં દોઢ લાખ આપવાના રહેશે. સમગ્ર કામ પૂરું થતા ત્રણથી ચાર મહિના થશે, ઓફર લેટર અને વર્ક પરમિટ આવ્યા  પછી બાકીનું પેમેન્ટ આપવાનું રહેશે તેવું કહ્યું હતું. અમે ત્રણેય મિત્રોએ લુથાનિયા જવા માટે કુલ 4.50 લાખ નવીનભાઇને આપ્યા હતા. ત્યારબાદ અમને ચેક રિપબ્લિકના વિઝા માટે સમજાવતા અમે  સંમત થયા હતા.પરંતુ,ત્યાંના  પણ વિઝા નહીં થતા સિંગાપુર અને ફિજીના વિઝા માટે કહેતા અમે તેની માટે પણ સંમત થયા હતા.

સિંગાપુરના સ્ટુડન્ટ વિઝાનું અપ્રુવલ આવતા અમે સિંગાપુર  પહોંચ્યા હતા. પરંતુ, અમારા ડોક્યુમેન્ટ્સ અધૂરા હોઇ અમને ત્યાંથી ડિપોર્ટ કરી પરત ઇન્ડિયા મોકલી દીધા હતા. મારા મિત્ર ચિરાગના ફિજીના વિઝા માટે  પણ તેઓએ કોઇ પ્રોસેસ કરી નહોતી. અમારી પાસેથી કુલ 18.40 લાખ લઇ અમુક રકમ પરત કરી હતી. અમારે હજી 12.52 લાખ પરત લેવાના નીકળે છે. જે પરત નહીં કરી અમારી સાથે છેતરપિંડી કરી છે. નવીન ખંડેલવાલે સુરતના બે ભાઇઓ મિતેશ મહેરા અને ચિરાગ મહેરા પાસેથી પણ  આ રીતે 10.29 લાખ પડાવી લીધા હતા. જે અંગે અલગથી ગુનો દાખલ થયો છે.