For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્લાસરૃમમાં ઘૂસી તરુણીના ગળે ચપ્પુ મુકી ધમકી આપનાર યુવાનને પાંચ વર્ષની સખ્તકેદ

કૃત્ય વિકૃત્ત પ્રકારની માનસિકતા છતી કરે છેઃ એકતરફી પ્રેમમાં સ્ત્રીઓ પર વધતા અત્યાચારના બનાવોને જોતા કૃત્ય હળવાશથી લઈ શકાય નહીંઃ કોર્ટ

તું મારી સાથે ફ્રેન્ડશીપ નહી રાખે તો મારી નાંખીશ

Updated: Nov 21st, 2022


Article Content Image

સુરત

કૃત્ય વિકૃત્ત પ્રકારની માનસિકતા છતી કરે છેઃ એકતરફી પ્રેમમાં સ્ત્રીઓ પર વધતા અત્યાચારના બનાવોને જોતા કૃત્ય હળવાશથી લઈ શકાય નહીંઃ કોર્ટ

ત્રણેક વર્ષ પહેલાં પાંડેસરા વિસ્તારની શાળામાં ભણતી 16 વર્ષથી નીચેની વયની તરૃણીના ક્લાસરૃમમાં ઘુસી ગળા પર ચપ્પુ મુકીને તું મારી સાથે ફ્રેન્ડશીપ નહીં રાખે તો મારી નાખીશ એવી ધમકી આપીને ગાળો આપનાર 20 વર્ષીય આરોપીને આજે એડીશ્ન સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ છેડતી,જાતીય હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પોક્સો એક્ટની કલમ-12નો ભંગ કરવાના ગુનામાં દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ, રૃ.1 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષ કરતાં ઓછી વય ધરાવતી તરૃણીના ફરિયાદી પિતાએ તા.6-7-19 ના રોજ 20 વર્ષીય આરોપી દેવીદાસ ઉર્ફે નવલ સોપાન પાટીલ (રે. સંતોષનગર, પાંડેસરા) વિરુધ્ધ ઈપીકો-354(એ) 354(ડી)(1) 447, 352, 323, 506(2) તથા પોક્સો એક્ટની કલમ-12 તથા એટ્રોસીટી એકટના ભંગના ગુના બદલ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીન સગીર પુત્રી પાંડેસરા શારદા વિદ્યાલયમાં ભણવા જતી હતી.જે દરમિયાન આરોપી દેવીદાસ ઉર્ફે નવલ પાટીલ તેનો પીછો કરીને છેડતી કરતો હતો.આરોપીએ બનાવના દિવસે ભોગ બનનારના ક્લાસરૃમમાં ગેરકાયદે ઘુસી જઈ ભોગ બનનાર સાથે ગાળા ગાળી કરી તેના ગળા પર ચપ્પુ મુકીને જો તું મારી સાથે ફ્રેન્ડશીપ નહીં રાખે તો મારી નાખીશ એવી ધમકી આપીને માર માર્યો હતો.

જેથી પાંડેસરા પોલીસે જેલભેગા કરેલા આરોપી દેવીદાસ ઉર્ફે નવલ પટેલ વિરુધ્ધ આજે આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપીએ એકતરફી પ્રેમ અને આકર્ષણમાં ભોગ બનનારના ક્લાસરૃમમાં મારક હથિયાર લઈને તેના પરહુમલો કર્યો છે.દિનપ્રતિદિન  એકતરફી પ્રેમમાં નાની બાળાઓ પર એસીડ એટેક  કે આ પ્રકારના ગંભીર ગુના બનતા રહે છે.જેથી સમાજમાં દાખલો બેસે તે પ્રકારે આરોપીને મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેથી કોર્ટે ફરિયાદપક્ષેઆરોપી વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત કરતાં એટ્રોસીટી એક્ટના ભંગ સિવાય તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.


Gujarat