બારડોલી-માંગરોળમાં જુન સુધી હતા તેના પાંચ ગણા કેસ 18 દિવસમાં નોંધાયા
બારડોલીમાં 29 હતા તે વધીને 169 અને માંગરોળમાં 21 થી વધીને 120 ગ્રામ્યમાં કુલ 547 કેસ હતા તે જુલાઇમાં ડબલ થઇને 1139
સુરત જિલ્લાના ગામોમાં પણ કોરોના બેકાબૂ
સુરત , તા. 18 જુલાઇ, 2020, શનિવાર
સુરત જિલ્લામાં કોરોના ના છેલ્લા ચાર મહિનામાં 547 કેસો નોંધાયા હતા. તેનાથી બે ગણાથી પણ વધુ 1139 કેસો જુલાઇ મહિનાના ફકત અઢાર દિવસમાં નોંધાયા છે. આ કેસોમાં બારડોલી અને માંગરોળ તાલુકામાં છેલ્લા અઢાર દિવસમાં કોરોનાના પાંચ ગણાથી વધુ કેસો નોંધાતા તંત્ર આ બે તાલુકા પર વધુ ધ્યાન આપી રહ્યુ છે.
સુરત જિલ્લામાં માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી થયા બાદ માર્ચથી કેસોની સંખ્યા ધીરે ધીરે વધતી ગઇ હતી. જેમાં માર્ચ, એપ્રિલ, મે, જૂન આ ચાર મહિનામાં સુરત જિલ્લામાં કુલ કેસાની સંખ્યા 547 હતી. જેમાં સૌથી વધુ કામરેજમાં 182 ક્સો હતા. જો કે આ ચાર મહિના વિત્યા બાદ જુલાઇ મહિનાની શરૃઆત સાથે જ અનલોક થવાની સાથે ગામડાના લોકો શહેરમાં અવર જવર કરવાની સાથે જ કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતુ જાય છે.
જુન મહિના સુધીમાં સુરત જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓ ની સંખ્યા 547 જ હતી. પરંતુ જુલાઇ મહિનાની શરૃઆત થવાની સાથે જ લોકોની અવર જવર વધતા કોરોના ચેપ વધુને વધુ ફેલાઇ રહ્યો છે. જુલાઇ મહિનાના આજદિન સુધીના ફકત 18 દિવસમાં કોરનાના કેસોની સંખ્યા 1139 વધીને આજે કુલ કોરોનાના કેસો 1686 થયો છે. આમ લોકડાઉન-અનલોકના ચાર મહિનામાં કોરોનાના કુલ 547 કેસોની સામે જુલાઇ મહિનાના ફકત અઢાર દિવસમાં જ કોરોનાના બેગણાથી વધુ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ બારડોલી અને માંગરોળ તાલુકામાં આ અઢાર દિવસમાં કોરોનાના પાંચ ગણા કેસો વધ્યા છે. જેમાં બારડોલીમાં જુન મહિના સુધીમાં 29 હતા. તેમાં સીધા 169 વધારો થઇને 198 થયા છે. તો માંગરોળમાં 21 થી સીધા 120 વધીને આજે 142 કેસો નોંધાયા છે. આ સિવાય ટોપ થ્રી તાલુકામાં કામરેજ, ચોર્યાસી અને પલસાણાનો સમાવેશ થાય છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 57 વ્યકિતના મૃત્યુ થયા છે.
તાલુકો જુન સુધીના જુલાઇના કેટલા
કામરેજ 182 465 283
ચોર્યાસી 85 261 176
પલસાણા 73 240 167
બારડોલી 29 198 169
માંગરોળ`` 21 142 120