Get The App

સુરતમાં કોરોનાના કેસો વધતા પાંચ પોલીસ અધિકારી મુકાયા

ક્લસ્ટર-કન્ટેઈનમેન્ટ ઝોનમાં સુપરવિઝન કરી પોલીસ અને તંત્ર વચ્ચે સંકલન કરશે

એસઆરપીની બે ટુકડી પણ ફાળવાઈ

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા.17 જુલાઈ 2020 શુક્રવાર

સુરતમાં કોરોનના કેસો વધતા રાજ્ય સરકારે પોલીસની અસરકાર કામગીરી થાય તે માટે બે એસપી અને ત્રણ ડીવાયએસપીને સુરતમાં મુક્યા છે. પાંચેય અધિકારી સુરતના ક્લસ્ટર-કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોલીસની કામગીરીનું સુપરવિઝન કરી પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધી સ્થિતી કાબુમાં લાવવા પ્રયાસ કરશે. તે સાથે સુરતને એસઆરપીની બે ટુકડી પણ ફાળવાઈ છે.

સુરતમાં અનલોકની સ્થિતીમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોનું તેમજ તેમાં મોતનું પ્રમાણ ઘણું વધ્યું છે. કેસો વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે ત્યારે રાજ્ય સરકારે પોલીસની કામગીરી અસરકારક થાય તે માટે બે એસપી હરેશ દુધાત અને હેતલબેન પટેલ તેમજ ત્રણ ડીવાયએસપી કે.વી.પરીખ, જે.વી.પટેલ અને એ.એન.ઘાસુરાને સુરતમાં મુક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંચેય અધિકારી સુરતના વિવિધ ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં કરફ્યુ અને તે સિવાયના સમયગાળામાં પોલીસની કોરોનાને નાથવા માટેની કામગીરીનું સુપરવિઝન કરશે. ઉપરાંત, તેઓ પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધી સ્થિતી કાબુમાં લાવવા પ્રયાસ કરશે. તે સાથે સુરતને બે એસઆરપીની ટુકડી પણ ફાળવવામાં આવી છે જે કરફ્યુનું પાલન બરાબર થાય તે માટે સ્થાનિક પોલીસની મદદમાં રહેશે.

Tags :