27 હજારની રોકડ જપ્ત- 5 સામે ગુનો
બહારગામથી આવેલા શખ્સો પાસેથી મોબાઇલ, વાહન નહીં મળતા એલસીબીની કાર્યવાહી સામે સવાલ
વિરમગામ - અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરમગામ તાલુકાના ઉખલોડ ગામની માઇનોર નર્મદા કેનાલ પાસે દરોડો પાડયો હતો.
કેનાલની બાજુમાં ખુલ્લા ઢાળિયા નીચે તીન-પત્તીનો જુગાર રમી રહેલા ભરતભાઈ વશરામભાઈ ઠાકોર (રહે. દસલાણા, તા. વિરમગામ), અયુબભાઈ અનવરભાઈ પાટડીયા (રહે.વિરમગામ), અબ્દુલ કાદર જીવાભાઈ ઘાંચી (રહે.રામપુરા, તા.દેત્રોજ), રઘુભાઈ ગોવિંદભાઈ દેસાઈ (રહે. પાટડી)ને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે હિંમતભાઈ દસલાણા નામનો એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી અંગ જડતી દરમિયાન રૃ. ૨૬,૯૦૦ અને દાવ પરથી રૃ. ૫૦૦ મળી કુલ રૃ. ૨૭,૪૦૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. જોકે, આશ્ચર્યજનક રીતે બહારગામથી જુગાર રમવા આવેલા શખ્સો પાસેથી કોઈ મોબાઈલ ફોન કે વાહન મળી આવ્યા નથી. રેડ દરમિયાન વાહનો કે મોબાઈલ જપ્ત ન થતા ગ્રામ્ય એલસીબીની કામગીરી અને પારદશતા સામે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થયા છે.


