Get The App

અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય 1 - image


Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, એસ.જી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર

એસ.જી હાઇવે પર બનશે પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ

હાઇકોર્ટમાં AMC દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે. 

આ પણ વાંચોઃ વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો

હાઇકોર્ટે કર્યા સવાલ

નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે. 

Tags :