વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો
Vadodara Crime : વડોદરા કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક રીક્ષા ચાલક ઉપર હુમલાનો બનાવ બનતાં વિડીયો વાયરલ થયો હતો. જે બાબતે પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.
મૂળ યુપીના વતની અને હાલમાં તાંદલજા વિસ્તારમાં સંતોષ નગર ખાતે રહેતા રીક્ષા ચાલક ફરહાન સિદ્દીકીએ પોલીસને કહ્યું હતું કે, ગઈકાલે સાંજે અમિત નગર સર્કલ પાસે પેસેન્જરને ઉતારી હું બાલાજી નગરથી પસાર થતો હતો ત્યારે અમિત નગર પાસે એક કાર ચાલકે મારી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી.
ત્યારબાદ કાર ચાલકે નીચે ઉતરીને મારી પાસે ખર્ચની માંગણી કરતા મારો વાંક નહીં હોવાથી મેઈન કાર કર્યો હતો. આ વખતે કાર ચાલે છે ફોન કરીને કોઈને બોલાવતા સ્કૂટર ઉપર બે શખ્સ આવ્યા હતા. જ્યારે બીજા બે જણ ચાલતા આવ્યા હતા. તેમણે મને માર માર્યો હતો અને પોલીસ ફરિયાદ કરીશ તો વડોદરામાં રહેવાની દઈએ તેવી ધમકી આપી હતી. જેથી હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.