બનાસકાંઠા-આણંદમાં વીજ કરંટથી 5નાં મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
Electric Current: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,ત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની પડે છે. આ દરમિયાન બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. હાલ મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આણંદના ઉમરેઠમાં વીજ કંરટ લાગતા બે યુવકના મોત નિપજ્યાં છે.
એક જ પરિવારના 3ના મોત
મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે જેઠા મકવાણા, રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળો દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતાં.ત્યારબાદ આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો: લાફા કાંડમાં AAP ધારાસભ્યની ધરપકડ બાદ દેડીયાપાડામાં કલમ 144 લાગુ, પોલીસે કરી અપીલ
આણંદમાં બે યુવકના મોત
બીજી તરફ આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ લાગતા બે યુવકના મોત થયા છે. મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતા વીજ્ કરંટ લાગ્યો હતો. જેમાં મોહસીનખાન અને હુસેનખાનના મોત નિપજ્યા. નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો.