સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fish Deaths in Dholka: તાજેતરમાં જ સુરત પાલિકામાં આવેલા સણીયા હેમાદ તળાવમાં સતત બે દિવસ સુધી મરેલી માછલીઓ મળી આવી હતી. તો આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હતા. માછલીઓના મોતના કારણે દુર્ગંધ મારતા સ્થાનિક લોકોએ માછલીઓને યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે.
આ પણ વાંચો : સુરતના સણીયા હેમાદ તળાવમાં સતત બીજા દિવસે પણ મરેલી માછલી મળવાનો સિલસિલો યથાવત
માછલીઓના મોતનું કારણ અકબંધ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં અચાનક માછલીઓના મોત થતાં તળાવના કિનારે તરતી જોવા મળી હતી. સ્થાનિક લોકોને દુર્ગંધ મારતા તપાસ કરી તો તળાવમાં કોઈ કારણે માછલીઓ મરેલી હતી. જેથી આસપાસના લોકોએ આરોગ્ય વિભાગને મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી હતી. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ માછલીઓ ક્યા કારણે મરી છે.
આ પણ વાંચો : વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ
સુરતના સણીયા હેમાદ તળાવમાં પણ બે દિવસથી માછલીઓના મોત
ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ આજે બુધવારે સતત બીજા દિવસે પણ આ તળાવમાંથી મોટા પ્રમાણમાં મરેલી માછલીઓ બહાર આવી હતી જેથી લોકો ભેગા થઈ ગયા હતા. સતત બીજા દિવસે માછલી મરેલી મળી આવતા લોકો પાલિકા અને જીપીસીબીની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અનેક ફરિયાદ બાદ પણ સણિયા-હેમાદ વિસ્તારમાં ધરાર ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોના કારણે આ ઘટના બની રહી છે.









