Gujarat

જ્યારે હાથીએ સૂંઢથી પોલીસની વાન ફેંકી દેતા કરફ્યૂમાં પણ નીકળી હતી રથયાત્રા, જાણો રસપ્રદ કિસ્સો

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદના ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ થયા હતાં. પરંતુ અમદાવાદમાં પહેલી રથયાત્રા નીકળી હતી ત્યારે સરજૂપ્રસાદ નામના હાથીએ પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યારે હાથીએ સૂંઢથી પોલીસની વાન ફેંકી દેતા કરફ્યૂમાં પણ નીકળી હતી રથયાત્રા, જાણો રસપ્રદ કિસ્સો

Rath Yatra 2025 : આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદના ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ થયા હતાં. પરંતુ અમદાવાદમાં પહેલી રથયાત્રા નીકળી હતી ત્યારે સરજૂપ્રસાદ નામના હાથીએ પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: 148મી રથયાત્રા LIVE: જગતના નાથનું મોસાળમાં ભાવભર્યું સ્વાગત, હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લહાવો

1985માં પણ ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા

આ વાત વર્ષ 1946ની. જ્યારે કોમી તોફાનો ચાલી રહ્યા હતા અને તેની વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવી હતી. એ બાદ વર્ષ 1985માં પણ ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે પણ એક મોટી સમસ્યા સર્જાઈ હતી કે, રથયાત્રા કેવી રીતે કાઢવી..

પોલીસ વાનને તેની સૂંઢથી ધક્કો મારીને ફેકી દીધી

ઉલ્લેખનીય છે કે, એ સમયે સરકારે રથયાત્રા નીકાળવા માટે મંજૂરી નહોતી આપી, પરંતુ શ્રદ્ધાળુઓ આ પરંપરાને તોડવા માંગતા નહોતા. આ ઉપરાંત જગન્નાથ મંદિરની ચારેય બાજુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ સવારે મંગળા આરતી બાદ રથયાત્રાની પ્રસ્થાનની વિધિ પછી હાથીની સવારી આગળ નીકળી હતી. આ રથયાત્રા દરમિયાન સરજુપ્રસાદ નામનો હાથી આગળ આવ્યો અને મંદિરના દરવાજા સામે આડશ કરીને ઉભી રાખવામાં આવેલી પોલીસ વાનને તેની સૂંઢથી ધક્કો મારીને ફેકી દીધી હતી. 



ત્યારે અમદાવાદમાં કરફ્યૂ અને તોફાન ચાલી રહ્યા હતા

સરજૂપ્રસાદ નામના હાથીની આ ઘટનાને ભગવાન નગરચર્યાએ જવા માગે છે તેવો સંકેત માનીને ભક્તોનો પ્રવાહ પણ બેરિકેડ તોડીને આગળ વધી ગયો. ત્યારે અમદાવાદમાં કરફ્યૂ અને તોફાન ચાલી રહ્યા હતા, ત્યારે આવા માહોલમાં પણ રથયાત્રા નીકળી હતી.

આ પણ વાંચો: સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ

આ તોફાનો લાંબા સમય સુધી ચાલ્યા હતા

એ પછી વર્ષ 1993માં એવી સ્થિતિ હતી કે, રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાવાયા હતા. આ સાથે લઘુમતી વિસ્તારમાં રથોને ખેંચી જવાની ઘટના બની તેના કારણે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં, અને આ તોફાનો લાંબા સમય સુધી ચાલ્યા હતાં. અમદાવાદમાં ચાલી રહેલા આ તોફાને અંગે એ સમયે પ્રામાણિક પોલીસ અધિકારીઓએ કહ્યું કે, રાજકીય હસ્તેક્ષેપ બંધ કરવામાં આવે તો તોફાનો કાબૂમાં આવી શકે છે. એ પછી તોફાનો અટક્યા હતા.