નવી સિવિલમાં કોરાનાથી નર્સના મૃત્યુનો પહેલો કેસઃ ગણદેવીની નર્સે દમ તોડયો
56 વર્ષના રશ્મિતા પટેલ સિવિલ હોસ્ટેલમાં જ રહેતા હતાઃ બે વાર કોરોના નેગેટીવ બાદ પોઝિટિવ આવ્યોઃ ડોકટર-સ્ટાફે અંજલિ આપી
સુરત તા.20.જુલાઇ.2020 સોમવાર
સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જેહમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં સુરતમાં અત્યાર સુધીમાં ફ્રન્ટ લાઈન કોરોના યોદ્ધા એવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટર નસગ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમિત 42 નસગ સ્ટાફ પૈકી પ્રથમ નર્સનું મોત થતાં ગમગીની છવાઇ ગઇ હતી.
અત્યાર સુધીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઘણા ડોક્ટર અને 42 જેટલા નસગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં નવસારીમાં ગણદેવી ખાતે રહેતા 56 વર્ષીય રશ્મિતાબેન પટેલ નવી સિવિલ હોસ્પિટલમાં નસગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. જો કે હાલની પરિસ્થિતિમાં તે સિવિલ ખાતે હોસ્ટેલમાં રહેતા હતા. તેમની થોડા દિવસ પહેલા તબિયત બગડતા નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમના સેમ્પલ લેવાતા કોરોનાનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો.
બાદમાં તેમની તબિયત વધુ બગડતા એમ આઈ સી યુ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમના ફરી કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ વખતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને દરમિયાન આજે સવારે તેમનું મોત થતાં તેમના પરિવારજનો અને નસગ સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. નસગના હોદેદાર ઇકબાલભાઇ, કિરણભાઇ સહિતનાતથા મેડીસીન વિભાગના વડા.ટ્વિંકકલબેન પટેલ ,ડો.અશ્વિનભાઇ વસાવા સહિતના ડોક્ટર્સ અને કર્મચારીઓ એ શ્રદ્ધાંજલિ આપી હતી. આવી કરૃણ સ્થિતિ બાદ પણ નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સ લાગણીમાં વહ્યા વિના બીજી ક્ષણે પોતાની ફરજ પર લાગી ગયા હતાં.
.