Get The App

અમદાવાદમાં લંડનની જેમ યેલો બોક્સ માર્કિંગની શરૂઆત, નહીં થાય ટ્રાફિક, નવો નિયમ જાણીલો

રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે પાંજરાપોળ વિસ્તારમાં બોક્સ જંકશન બનાવવામાં આવ્યું

Updated: Jul 16th, 2023

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લંડનની જેમ યેલો બોક્સ માર્કિંગની શરૂઆત, નહીં થાય ટ્રાફિક, નવો નિયમ જાણીલો 1 - image


ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ટ્રાફિક એક ખૂબ મોટી સમસ્યા છે. દેશના મેટ્રો સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદમાં આ સમસ્યાના સમાધાન માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં લંડનની જેમ યેલો બોક્સ માર્કિંગની શરૂઆત, નહીં થાય ટ્રાફિક, નવો નિયમ જાણીલો 2 - image

રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે બન્યું બોક્સ જંકશન

રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે પાંજરાપોળ વિસ્તારમાં બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે વિદેશની આ ટેકનીક હવે અમદાવાદમાં પણ લાગુ કરવામાં આવી છે. જેના થકી ટ્રાફિક નિયમનું પાલન થશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટડો થશે.

બોક્સ જંકશન કેવી રીતે કરે છે કામ?

બોક્સ જંકશનમાં ચાર રસ્તા પર પીળા કલરના બોક્સ પેટર્ન બનાવાય છે. તમે યેલો બોક્સમાં ત્યારે જ ઊભા રહી શકશો જ્યારે તમારે જમણી તરફ જવું છે અથવા તો સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી વાહન ચલાવનારે ભરવી પડશે.  આ ઉપરાંત ગ્રીન સિગ્નલ હશે તો પણ બોક્સ જંકશન પર ઊભા નહીં રહી શકાય અને પસાર થવું પડશે. એટલે કે જે વાહન ચાલકો સ્ટોપ લાઇન પાલન કરતા ન હતા તેઓએ હવે સ્ટોપ લાઈનની અંદર જ ઉભા રહેવું પડશે. જેનો મતલબ એ થાય છે કે સ્ટોપ લાઈન તોડીને આગળ વધનારા વાહન ચાલકો પર અંકુશ લાવવાનો આ પ્રયાસ છે. 

પીળા કલરના બોક્સનો ઉપયોગ કેવી રીતે કરશો?

જ્યારે પણ સિગ્નલ ચાલુ હોય અથવા તો તમારે વ્હિકલ ઊભું રાખવું હોય તો તમે આ માર્કિંગની અંદર ઉભા રહી શકશો નહીં. ટૂંકમાં તમારા વાહનને આ યેલો માર્કિંગની અંદર ઊભું રાખવાની પરવાનગી મળતી નથી. 

અમદાવાદમાં લંડનની જેમ યેલો બોક્સ માર્કિંગની શરૂઆત, નહીં થાય ટ્રાફિક, નવો નિયમ જાણીલો 3 - image

ક્યા ક્યા જંકશન પર બનશે બોક્સ માર્કિંગ?

હાલ તંત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે  આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા, ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર, મેમકો, રામેશ્વર, શાહઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઈ ટાવર, એનએફડી, પ્રહલાદ નગર, મકરબા, મેરીગોલ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ, ખોડીયાર મંદિર અને વિરાટનગર સર્કલ પસંદ કરવામાં આવ્યા છે.

Tags :