Gujarat

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત

By GS TEAM
7 Aug 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રૉ હાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શેરબ્રોકર કલ્પેશ ટુંડિયાએ ગોળી મારીને આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવ્યા હતા. જોકે, ફાયરિંગની ઘટનામાં હથિયાર મળ્યું ન હતું. સમગ્ર મામલે બોપલ પોલીસ તપાસ કરી છે, ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં હથિયાર લઈને નાસી ગયેલા બે શખ્સોની પોલીસે ધરપકડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત

Ahmedabad News : અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રૉ હાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શેરબ્રોકર કલ્પેશ ટુંડિયાએ ગોળી મારીને આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવ્યા હતા. જોકે, ફાયરિંગની ઘટનામાં હથિયાર મળ્યું ન હતું. સમગ્ર મામલે બોપલ પોલીસ તપાસ કરી છે, ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં હથિયાર લઈને નાસી ગયેલા બે શખ્સોની પોલીસે ધરપકડ છે. 

હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ

મળતી માહિતી મુજબ, બોપલમાં ફાયરિંગ કેસ મામલે પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા સુરેન્દ્રનગરના ઇંગરોડીના રહેવાસી સાહિરખાન નાસિબખાન મલેક અને રાસિદખાન મહમદખાન મલેકની ધરપકડ કરી છે. હથિયાર લઈને આવેલા બંને શખ્સોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને હથિયાર રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે હથિયાર મામલે આર્મ એક્ટ હેઠળ નવી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'કલ્પેશ ટુંડિયાએ આપઘાત પહેલા સુરેન્દ્રનગરના બે શખ્સોને હથિયાર બતાવવા માટે અમદાવાદ આવવા કહ્યું હતું. જ્યારે બંને શખ્સો કલ્પેશને મળ્યા બાદ લોડેડ હથિયાર બતાવ્યું, પછી કલ્પેશ તેના રૂમમાં જઈને પોતાના માથાના ભાગે ફાયર કરીને આપઘાત કરી લીધો હતો. આ પછી બંને શખ્સો હથિયાર લઈને જતાં રહ્યા હતા.'

આ પણ વાંચો: અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

શું છે સમગ્ર ઘટના?

અમદાવાદના બોપલમાં કબીર એક્લેવ પાસે આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના શેરબ્રોકરના આપઘાતની રહસ્યમય ઘટનામાં બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'આ બનાવ મંગળવારે (પાંચમી ઓગસ્ટ)  આશરે રાતના પોણા નવ વાગ્યે બન્યો હતો. ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેમના 14 વર્ષની પુત્રી ઘરે હતા. સાંજે સાડા સાત વાગે એક સફેદ કારમાં બે વ્યક્તિઓ કલ્પેશને મળવા માટે આવ્યા હતા. ત્યારે કલ્પેશ તેમની સાથે મકાનના ઉપરના માળે આશરે એક કલાક સુધી બેઠા હતા અને પોણા નવ વાગ્યે બંને વ્યક્તિ નીચે ઉતર્યા ત્યારે કલ્પેશ તેમને મૂકીને ઘરમાં પરત આવ્યા હતા અને કપડા બદલીને નીચે આવવાનું કહ્યા બાદ ઉપરના રૂમમાં ગયા ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો. જેથી તેમની દીકરી ત્યાં દોડી ગઇ હતી અને જોયુ તો તેના પિતા લોહીલુહાણ હાલતમાં હતા. આ બનાવ અંગે તેણે તેની માતાને જાણ કરતા તે પણ આવી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.'