Get The App

વન આરક્ષિત વિસ્તારમાં આગના બનાવોઃવનરાજીને વ્યાપક નુકશાન

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
વન આરક્ષિત વિસ્તારમાં આગના બનાવોઃવનરાજીને વ્યાપક નુકશાન 1 - image


ઘ-રોડ, ગ-રોડ,સે-૫ અને ઝીરો નંબરના રોડની સાઇડના

સીસીટીવી તપાસી આગ લગાવતા તત્વોને પકડીને તેમની સામે દાખલારૃપ પગલા ભરવા પ્રકૃતિપ્રેમીઓની માંગ

ગાંધીનગર :  ગાંધીનગરમાં દર વર્ષે પાનખર ઋતુ બાદ વનઆરક્ષિત વિસ્તારમાં આગ લાગવાના બનાવો બને છે જેમાં નગરની હરિયાળીને વ્યાપક નુકશાન થાય છે છેલ્લા બે ત્રણ વર્ષોથી આ બનાવોમાં સુખદ ઘટાડો થયો હતો પરંતુ આ વખતે કોઇ ચોક્કસ તત્વો કે ટોળકી દ્વારા વનવિસ્તારમાં પથરાયેલા સુકાપાંદડા બાળવાની ગુનાહિત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ઘ-રોડ, ગ-રોડ ,સે-૫ની ઝાડી વિસ્તાર તથા ઝીરો નંબરના રોડ સાઇડની વનરાજીને વ્યાપક નુકશાન થયું છે.

ગાંધીનગર શહેરને દેશનું હરિયાળુ પાટનગર ફરી બનાવવા માટે છેલ્લા ઘણા વખતથી વન વિભાગ અને કોર્પોરેશન દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. તો પાનખરની સિઝન પુર્ણ થયા બાદ વનઆરક્ષિત વિસ્તારમાં આગ લગાડી પાંદડાઓ બાળવાની સાથે સાથે નગરની વનરાજીને પણ વ્યાપક નુકસાન પહોંચાડવાની ગુનાહિત પ્રવૃત્તિ ચાલી રહી છે. નગરના ગ-રોડ ઉપરાંત ઘ-રોડ તથા ઝીરો નંબરના રોડની સાઇડમાં આવેલી જંગલ ખાતાની જમીનને ફેન્સીંગ કરીને રક્ષિત કરવામાં આવી છે તેમ છતાં ઘણા તત્વો દ્વારા અહીં આગ લગાડીને સુકાપાંદડાની સાથે સાથે નગરની વનરાજીને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. એક વખત આગ લગાડી દીધા બાદ પવનની દિશામાં આ આગ ફેંલાતી જાય છે અને ઘણી વખત તો તે મોટુ સ્વરૃપ પણ ધારણ કરી લે છે.વનઆરક્ષિત વિસ્તારમાં આગતી આગને કારણે વટેમાર્ગુઓ ફારયબ્રિગેડને કોલ કરે છે જેનાથી ફાયરબ્રિગેડ તથા વનવિબાગના કર્મચારીઓ દોડતા આવે છે પરંતુ આ આગમાં ઘણી હરિયાળી સળગી જાય છે.

 સંગીત સર્કલ, ગ-રોડ, સેક્ટર-૫, ઝીરો નંબરનો રોડ તથા ઘ-૫ વિસ્તારમાં પણ આ પ્રકારે આગ લાગવાના બનાવો બની ગયા છે ત્યારે  વન વિભાગે નગરજની હરિયાળીને બચાવવા માટે ખાસ પગલાં લેવા જોઇએ અને આવા તત્વો સામે લાલ આંખ કરવાની પણ સ્થિતિ આવી ગઇ છે.

Tags :