Get The App

વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો 1 - image


Vapi News: વલસાડના વાપીમાં ભંગારના ગોડાઉનમાં શુક્રવારે (3 ઓક્ટોબર) આગ લાગવાની ઘટના બની છે. જેમાં એક ગોડાઉનની આગ અન્ય ચાર ગોડાઉનમાં પ્રસરી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગના બનાવને લઈને મેજર કોલ જાહેર કરાયો છે.

વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી

મળતી માહિતી મુજબ, વાપીમાં સલવાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી છે. જેમાં ગોડાઉનમાં કચરો, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી અને આજુબાજુના ત્રણથી ચાર ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

આગના બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવા પાણીનો મારો કર્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગની ઘટના મામલે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર આવી પહોંચ્યા હતા. 

Tags :