કલાલી બ્રિજ પર કારમાં આગ લાગતાં અફરાતફરી,ટ્રાફિક જામ

વડોદરાઃ કલાલી બ્રિજ પર કારમાં આગ લાગવાનો બનાવ બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કલાલી બ્રિજ પરથી પસાર થતી કારમાંથી ધુમાડા નીકળતાં કારચાલકે કાર સાઇડમાં ઉભી રાખી નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં આખી કાર ભડભડ સળગી હતી.
બનાવને પગલે ફાયર બ્રિગેડ આવી ગઇ હતી.જ્યારે,ટ્રાફિક જામ થતાં પોલીસે સ્થિતિ સંભાળી થોડી વાર માટે વનવે કર્યો હતો.આમ કારચાલકની સતર્કતાને લીધે તેનો બચાવ થયો હતો.આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.

