Gujarat

અમદાવાદના નારોલમાં મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોત, 3ની હાલત ગંભીર

By GS TEAM
13 Dec 20251 min read
TukuTouch Logo
અમદાવાદના નારોલમાં શાહવાડી વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરમાં 13 ડિસેમ્બરે રાતે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. પહેલા માળે મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે આગ વિકરાળ બની હતી. જેને લઈને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નારોલમાં મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોત, 3ની હાલત ગંભીર

Ahmedabad News : અમદાવાદના નારોલમાં શાહવાડી વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરમાં 13 ડિસેમ્બરે રાતે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. પહેલા માળે મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે આગ વિકરાળ બની હતી. જેને લઈને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જતાં 19 અને 22 વર્ષીય બે યુવકના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક 42 વર્ષીય મહિલા પણ છે જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ્યા

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર ગેસ લિકેજને કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટની ઘટના બાદ આગ વચ્ચેથી એક યુવક દાઝેલી હાલતમાં બહાર આવ્યો હતો. આગને કારણે કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા.