નિયત સમયમાં વજન-માપ સાધનો મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારી દંડાયા

- 346 વેપારીએ 759 સાધનોની ખરાઈ કરાવી : તંત્રને 6.79 લાખની આવક
- દુધ-છાશના પાઉચ પરની એમ.આર.પી.થી વધુ ભાવ લેતા 2 વેપારીને 10 હજારનો દંડ
મળતી વિગતો મુજબ ગ્રાહકના હકોની રક્ષા માટે જિલ્લા તોલમાપ વિભાગ કાર્યરત છે. ગત માસ દરમ્યાન હાથ ધરેલ તપાસ દરમ્યાન નિયત સમયમાં પેટ્રોલ પંપ યુનિટ-૨એ ચકાસણી મુંદ્રાંકન ન કરાવતા, હાઈ-વેની હોટલમાં ઈલે.વજન કાંટાની ખરાઈ ન કરાવતા, તથા ફ્રુટ અને શાકભાજી વેચતા પાંચ ફેરીયા તેમજ એક અન્ય વેપારી દ્વારા વજન કાંટો ચકાસણી મુંદ્રાંકન કરાવ્યા વગર વપરાશમાં લેતા ધી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ અન્વયે કાર્યવાહી કરાઈ હતી. આમ વજન માપના કુલ ૧૧ કેસ સબબ ૪૧૫નો દંડ વસુલાયો હતો તો પી.સી.આર. કેસોમાં અમુલ દુધ-છાશનાં પાઉચ ઉપર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા દુકાનદારો સામે ધી પેકેજ કોમોડોટી એક્ટ ૨૦૧૧ અન્વયે કાર્યવાહી કરી રૂા.૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ સાથે જિલ્લામાં અલગ અલગ ૩૮૭ વેપારીને ત્યાં નિરિક્ષણ કરાયું હતું. જ્યારે ચકાસણી પાત્ર વાર્ષિક અને દ્વિવાર્ષિક સમયમાં ઈલેક્ટ્રીક તેમજ મેકેનિકલ વજન-માપ સાધનોની ખરાઈ કરાવવા ૩૪૬ વેપારીઓએ કુલ ૭૫૯ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરાવ્યું હુતં. જેની નિયત ફી પેટે તંત્રને રૂા. ૬.૭૯ લાખની આવક થવા પામી હતી.

