Get The App

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું 1 - image

Panchmahal News : પંચમહાલના શહેરા-ગોધરા હાઇવે પર મસમોટું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે એન્જિનિયરે મેનેજરને ફોન કરીને જણાવ્યું હતું, ત્યારે મેનેજરે પથ્થરો નાખી ગાબડું પૂરવા કહ્યું હતું. આમ મેનેજર અને એન્જિનિયરની કામ ચલાઉ કામગીરીની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અંતે તંત્ર દ્વારા હાઈવે પર યોગ્ય રીતે ગાબડું પુરવાની કામગીરી હાથ ધરી છે. 

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું 2 - image

શહેરા-ગોધરા હાઇવે પર પડેલાં ગાબડાને પુરવાની કામગીરી શરૂ

મળતી માહિતી મુજબ, શહેરા-ગોધરા હાઇવે પર આવેલા મીરાપુર પાસે હાઇવે માર્ગ પર પડેલા ગાબડું પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહેતો હતો. હાઈવે પર ગાબડું પડ્યું હોવાનો વીડિયો વાઈરલ થતાં તંત્ર દોડતું થયું હતું. 

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું 3 - image

આ પણ વાંચો: પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર

જેને પગલે તંત્ર દ્વારા જેસીબીની મદદથી શહેરા-ગોધરા હાઇવે પર પડેલા ગાબડાને યોગ્ય રીતે પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઈવે પર ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવતા હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય ટળ્યો છે. 

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું 4 - image

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું 5 - image