VIDEO: અમદાવાદમાં નશાખોર યુવક અને TRB જવાન વચ્ચે જાહેરમાં મારામારી
Fight Between Youth and TRB Jawan In Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં મારામારી, લૂંટ, દારૂ ઝડપાયા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં નશાખોર યુવક અને TRB જવાન વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. બંને વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ઝઘડો કરનાર યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નશાખોર યુવક અને TRB જવાન વચ્ચે જાહેરમાં મારામારી
મળતી માહિતી મુજબ, TRB જવાન અને એક યુવક વચ્ચે મારામારી થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમદાવાદના શાહીબાગ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રકાશ પટણી નામના TRB જવાન અને વિનોદ પરમાર નામના યુવક વચ્ચે જાહેરમાં ઝઘડો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. જ્યારે યુવકે નશો કર્યો હોવાનું સામે આવ્યું છે.
વીડિયોમાં જોવા મળે છે કે, નશાખોર યુવક અને TRB જવાન વચ્ચે જાહેરમાં મારામારી કરી રહ્યાં છે. જેમાં TRB જવાન હાથમાં લાકડી જોવા મળી રહી છે. આ દરમિયાન કેટલાક વાહનો રોડ પર ઊભા રહે છે. જ્યારે બંને વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તે જણાયું નથી. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.