બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત
Banaskantha News : રાજ્યમાં મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે બનાસકાંઠાના ભાભરના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. લાકડી અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં બંને પક્ષે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મારામારીની ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામમાં વર્તમાન અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચે દબાણ દૂર કરવાને લઈને બબાલ થઈ હતી. જેમાં બંને તરફે ઘાતક હથિયારો દ્વારા હુમલો થયો હતો. મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
આ પણ વાંચો: સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત, જરી બનાવતી ફેક્ટરીમાં બની કરૂણ ઘટના
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારામારીના બનાવને લઈને ગામમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મારામારી મામલે કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. પરંતુ હુમલો કરનારા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.