અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર કાર પલટી જતા બે લોકોના મોત, બે ઈજાગ્રસ્ત
Ahmedabad Accident: રાજ્યામાં છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માતની દુર્ઘટના વધી રહી છે. ત્યારે અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર રવિવારે (સાતમી સપ્ટેમ્બર) સવારે કારે પલટી મારી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને બે ઈજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે, કારમાં કુલ 4 લોકો સવાર હતા.
કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના રામનગર ગામના પાટીયા નજીક સર્જાઈ હતી. કારનું ટાયર ફાટતા કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેમાં બે લોકોના મોત અને બે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત
પોલીસને પ્રાથમિક તપસામાં જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટનામાં કારમાં સવાર લોકો અમદાવાદના હતા. તમામ લોકો ચોટીલા પૂનમ ભરવા ગયા હતા અને પરત ફરતા બાવળા પાસે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.