Get The App

કપડવંજ-મોડાસા રોડ પર બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
કપડવંજ-મોડાસા રોડ પર બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 1 - image


Accident In Kheda: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા. 

કપડવંજ-મોડાસા રોડ પર બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 2 - image

મળતી માહિતી અનુસાર, કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના કંડક્ટર સંજયસિંહ અને મુસાફર અમરસિંહ પરમારનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનના મળી કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું


ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. પ્રથમીક તપાસમાં સામે આવ્યું છે કે, એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો છે.

કપડવંજ-મોડાસા રોડ પર બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 3 - image



Tags :