Get The App

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું 1 - image


Gujarat High Court: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના આ સોમવારે અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. 

હાઇકોર્ટ પરિસરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ, હાઇકોર્ટના ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. 

આ પણ વાંચોઃ કચ્છ-ભુજ જવા માંગતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે બે સ્ટેશનો પર પણ ઊભી રહેશે નમો ભારત ટ્રેન

રિસેસ બાદ કોર્ટ બંધ રાખવા અપાઈ સૂચના

ઘટનાને કારણે હાઈકોર્ટના રજિસ્ટ્રારે રિસેસ બાદ કોર્ટ બંધ રાખવા અંગેની સૂચના આપતી નોટિસ જાહેર કરી હતી. જેમાં વકીલોને પણ લંચ બ્રેક બાદ, એટલે કે 1:45 વાગ્યા પછી કોર્ટ પરિસર છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. સમગ્ર કોર્ટ પરિસરનું સઘન ચેકિંગ કરવાનું હોવાથી આ સૂચના આપવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું 2 - image

સર્ચ ઓપરેશન હાથ ધરાયું

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટી તંત્રએ અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું 3 - image

આ પણ વાંચોઃ અમરેલીના સાવરકુંડલામાં 8 વર્ષના બાળકની આંખની પાપણોમાંથી 30 જીવતી જૂ નીકળી, તબીબો પણ સ્તબ્ધ!

પોલીસે હાથ ધરી તપાસ

જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને ઈમેલના મોકલનાર સૂધી પહોંચવા માટે તપાસ શરુ કરવામાં આવી છે. અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


Tags :