Get The App

હજીરા-ગોથાણ રેલવે ટ્રેક માટે ખેડૂતો એક ઇંચ જમીન પણ આપશે નહી

રેલ્વે જમીન સંપાદન અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

Updated: Dec 7th, 2023

GS TEAM

Google News
Google News
હજીરા-ગોથાણ રેલવે ટ્રેક માટે ખેડૂતો એક ઇંચ જમીન પણ આપશે નહી 1 - image



- રેલવેના અધિકારીઓ સાથે બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ ઇન્કાર કરી ખારલેન્ડની જમીનનો ઉપયોગ કરવા સૂચન કર્યું

        સુરત

હજીરા-ગોથાણ રેલ્વે લાઇન માટે જમીન સંપાદનની થઇ રહેલી કાર્યવાહી વચ્ચે જમીન સંપાદન અધિકારી, રેલ્વે અધિકારી અને હજીરાપટ્ટીના ગ્રામજનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડુતોએ એક ઇંચ જમીન પણ આપવાનો ઇન્કાર કર્યો હતો. અને ખારલેન્ડ જમીનનો ઉપયોગ કરવા સૌએ જણાવ્યુ હતુ.

હજીરા થી ગોથાણ વચ્ચે નવો રેલ્વે ટ્રેક નાંખવા માટે પહેલા જાહેરનામુ બહાર પાડયુ હતુ. અને ત્યારબાદ ખેડુતોની જમીનો સંપાદન કરવા માટે માપણી શરૃ કરી હતી. તેનો ગામેગામ વિરોધ થતા હવે જમીન સંપાદન અધિકારી દ્વારા ખેડુતો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેમાં હજીરાપટ્ટીના દામકા ગામના કોમ્યુનિટી હોલમાં જમીન સંપાદન અધિકારી એવા ઓલપાડ પ્રાંત ઓફિસર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાંત ઓફિસર દ્વારા ખેડુતોને સરકારી અને ખાનગી બન્ને જમીનોના એક સાથે સર્વે કરવા માટે ખેડુતો સમક્ષ પ્રસ્તાવ મુકયો હતો. જો કે ખેડુતોએ તેનો વિરોધ કર્યો હતો. ખેડુતોએ એક જ વાત કરી હતી કે પોતાની એક ઇંચ જમીન પણ રેલવે સંપાદન માટે આપીશુ નહીં. વાસવા અને દામકા ગામમાં રેલ્વેના રૃટમાં જે સરકારી જમીન ઉપલબ્ધ છે. તેની વિગતો આપી હતી.સાથે જ ખેડુતોએ પોતાની જમીનની બાજુમાં જ મોટી સંખ્યામાં ખારલેન્ડ જમીનો ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. 

Tags :