Get The App

બાબરાનાં ચમારડી ગામે ખેડૂતો દ્વારા પવનચક્કીની કામગીરી સામે વિરોધ

Updated: Dec 7th, 2024

GS TEAM

Google News
Google News
બાબરાનાં ચમારડી ગામે ખેડૂતો દ્વારા પવનચક્કીની કામગીરી સામે વિરોધ 1 - image


તળાવના બંધારા, રોડ અને ખેતરોમાં નુકસાનથી રોષ

મામલતદારને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં ભરતાં ખેડૂતોએ રસ્તા પર ઉતરી પવનચક્કીના કોન્ટ્રાકટરનાં વાહનો અટકાવવાનો નિર્ધાર કર્યો

બાબરા :  બાબરા તાલુકાના ચમારડી ગામે છેલ્લા કેટલાક સમયથી પવનચક્કી કંપની સહિતનાં કોન્ટ્રકાટર દ્વારા ખેડુતોની જમીન સહિત સરકારી પડતર ગૌચર અને તળાવ બંધારા સહિતમાં વ્યાપક નુકશાન કરાતા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે પગલા ભરવા માંગ ઉઠી હતી તેમ છતાં આજે પગલા લેવામાં નહી આવતા ખેડૂતો દ્વારા સ્થળ ઉપર પહોંચી રસ્તા પરર બેસીવિરોધ નોંધાવી વાહન અટકાવ્યા હતાં અને ન્યાય નહી મળે ત્યાં સુધી રસ્તા ઉપર બેસવા નોર્ધાર કર્યો હતો.

મળતી વિગત મુજબ બાબરા મામલતદાર કચેરી ખાતે થયેલી રજૂાતમાં ચમારડી ગામે પવનચક્કી ઉભી થયેલી છે અને તેમાંથી પાવર પસાર કરવા માટેની લાઈન તળાવનાં બંધારા અને પાળા ઉપર પસાર કરવા કોન્ટ્રાકટર અને તેના માણસો દ્વારા ૧૦૦ મીટર લંબાઈમાં મોટું નુકશાન આચરેલ છે. સાથો સાથખેડૂતોની જમીનમાં આવેલી થોરની વાડ કાઢી વાહનો હંકારી મોટુ નુકશાન આચરેલ છે. તળાવ પાળાના નુકશાનથી ખેડુતોની ૭૦૦ વિઘા ઉપરાંતની જમીનોનું ભવિષ્યમાં ધોવાણ થવા તેમજ પાણીના વ્યવહારથી પાક બળી જવા ભીતિ સેવવામાં આવી છે.

આ બાબતે મામલતદાર કચેરી ખાતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવ્યા નતી. જેથી આજે ખેડુતો દ્વારા પવનચક્કી કોન્ટ્રકાટર દ્વારા થકી કામગીરીના રસ્તા ઉપરએકઠા થઈ કામગીરી માટે આવતા વાહનો આડા ઉભા રહ્યા હતં એ સ્થળ ઉપર બેસી પોરનું ભોજન ત્યાં લીધું હતું. વધુમાં ન્યાય નહી મળે ત્યાં સુધી વાહન ચલાવવાના રસ્તા ઉપર બેસી રહેવા એલાન આપ્યું હતું.

Tags :