અંકલેશ્વર-હાંસોટ રોડ પર ખેડૂતોએ પાથરી એક લાખ મણ ડાંગર, કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન
Bharuch News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી, ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં અંકલેશ્વરમાં ખેડૂતોના ડાંગરના પાક ખરાબ થયો છે, ત્યારે કમોસમી વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ અંકલેશ્વર-હાંસોટ રોડ પર 7-8 કિ.મી. સુધી એક લાખ મણથી વધુની ડાંગર સૂકવવા માટે રસ્તા પર પાથરી છે.
રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માવઠું થતા ભરૂચના ખેડૂતોના ડાંગરના પાક પર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોનો તૈયાર પાક પલળી જતાં ખેડૂતોએ જગ્યાના અભાવે અંકલેશ્વર-હાંસોટ રોડ પર 7-8 કિ.મી. સુધી રોડની બાજુ જ પાકને સૂકવવા માટે રાખ્યો હતો.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્વે શરૂ, 80 ટીમ બનાવાઇ
ખેડૂતોનું કહેવું છે કે, દર વર્ષે આવી રીતે કુદરતી આફત આવે છે અને પાકને નુકસાન થાય છે. જ્યારે આ વર્ષે કમોસમી વરસાદના કારણે પલાળેલા ડાંગરના પાકને તપવવા માટે રોડ પર પાધરી છે. જ્યારે પાક પલળી ગયો હોવાથી ડાંગરની ગુણવત્તા ઘટતા યોગ્ય ભાવ નહીં મળે તેવી શક્યતા છે.