હવામાન વિભાગની ત્રણ દિવસ સુધી વરસાદની આગાહીને કારણે ખેડૂતો હતાશ

હવામાન વિભાગે હજી પણ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરતાં ખેડૂતોને હજી પણ નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
ભર ઉનાળે બદલાયેલા હવામાનને કારણે પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાં કેરી,કેળાં,દિવેલાં સહિતના પાકને મોટો ફટકો પડયો હતો.હજી સુધી ખેડૂતો માટે વળતરની પણ કોઇ તૈયારી દર્શાવામાં આવી નથી.
હવામાન વિભાગે હજી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરતાં ખેડૂતોને બચેલા બાકીના પાકના નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

