Get The App

'પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!', હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
'પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!', હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ 1 - image


Farmers Protest Against HUDA : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા એક મહિનાથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની જમીન કપાતમાં જશે. સમગ્ર મામલે હિંમતનગરના બેરણા ગામમાં રવિવારે (5 ઓક્ટોબર) HUDAની વિકાસ યોજનાના વિરોધમાં ખેડૂતો-ગ્રામજનોએ બેસણું યોજ્યું હતું. 

હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં છેલ્લા ઘણાં દિવસોથી HUDAને લઈને ગ્રામજકો અને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં 11 ગામના લોકો એકઠા થઈને HUDAની વિકાસ યોજનાનું બેસણું કર્યું, આ દરમિયાન મોટી સંખ્યામાં હાજર બહેનોએ HUDAના નામના છાજિયાં લીધા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ દશેરાના દિવસે HUDAનું દહન કર્યું હતું. 

આ પણ વાંચો: 6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે 'શક્તિ' વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, 'હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી. આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.'

Tags :