Get The App

સિંચાઈ પાણી પ્રશ્ને ખેડૂતોએ હળવદ માળિયા હાઈ-વે પર ચક્કાજામ કર્યો

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
સિંચાઈ પાણી પ્રશ્ને ખેડૂતોએ હળવદ માળિયા હાઈ-વે  પર ચક્કાજામ કર્યો 1 - image


ધ્રાંગધ્રા માઈનોર કેનાલમાથી પાણી ના મળતાં ખેડૂતોનો ગુસ્સો આસમાને : ચક્કાજામ બાદ સિંચાઈ વિભાગે કહ્યું બ્રાન્ચ લાઈનમાં પાણી છોડયું છે અને હરિપર સુધી પહોંચ્યું

 મોરબી, : ધ્રાંગધ્રા નજીકની D-24 માઈનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આજે ખેડૂતોએ માળિયા હળવદ હાઈ-વે ચક્કાજામ કર્યો હતો જેને પગલે પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.  સિચાઈના પાણી મુદે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા

આજે ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરોએ માળિયા હળવદ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો .ખેડૂતોએ જણાવ્યું હતું કે 15 મેના રોજ સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી હતી બાદમાં ખેડૂતો એ વિસ્તારમાં રાઉન્ડ મારવા નીકળ્યા ત્યારે ધ્રાંગધ્રા D-24 માઈનોર કેનાલમાં પાણી મળતું ન હોવાની જાણ કરી હતી . એ પછી કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી સિંચાઈના પાણીની માગણી કરી હતી. છતાં પાણી નહિ મળતા આજે ચક્કાજામ કરી વિરોધ નોધાવ્યો હતો 

પાણી અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે તારીખ 15 ના રોજ પાણી છોડવાની જાહેરાત કરી બાદમાં 1 તારીખે પાણી મળશે તેમ કહ્યું હતું કાલે વિડીયો બનાવી પાણી છોડયું તેવા સમાચાર વહેતા કર્યા હતા પરંતુ કેનાલમાં પાણી આવ્યું નથી . ખેતરોમાં મજુર આવી ગયા છે પણ પાણી ના હોવાથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે . કેનાલમાં પાણી મુદે નર્મદા નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં ગઈકાલે સાંજે પાણી છોડયું છે અને 119 કિલોમીટર એટલે કે હરીપર- કેરાળા ગામ સુધી પહોંચી ગયું છે .કેનાલની લંબાઈ 124 કિલોમીટર છે આજે રાત્રી સુધીમાં તમામ જગ્યાએ પાણી પહોંચી જશે. 

Tags :