જાણીતા યુટ્યુબર બન્ની ગજેરા જેલ હવાલે, પાસા હેઠળ રાજકોટ જિલ્લા પોલીસે કરી હતી અટકાયત
Image : Instagram |
Rajkot News : રાજકોટ જિલ્લા પોલીસે જુદા-જુદા ગુના આચરનાર જાણીતા યુટ્યુબર ભાવીન ઉર્ફે બન્ની ગોરધનભાઇ ગજેરાની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ દ્વારા 'પાસા' પ્રપોઝલ મંજૂર કર્યા બાદ રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા બન્ની ગજેરાને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
જાણીતા યુટ્યુબર બન્ની ગજેરાની અટકાયત
મળતી માહિતી મુજબ, જાણીતા યુટ્યુબર બન્ની ગજેરા વિરૂદ્ધમાં એટ્રોસિટી, ખંડણી, અશોભનીય ટિપ્પણી કરી વીડિયો વાઈરલ કરવા સહિતના કુલ 6 ગુના હોવાનું જણાય છે. જેમાં રાજકોટ જિલ્લામાં 5 અને અમદાવાદ જિલ્લામાં 1 ગુનો નોંધાયો છે. જ્યારે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિને લઈને રાજકોટ રેન્જ આઈજી, એસપીની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય LCBએ બન્ની ગજેરાની અટકાયત કરી છે.
તમને જણાવી દઈએ કે, બન્ની ગજેરા વિરૂદ્ધમાં ગોંડલ શહેર, તાલુકામાં, સુલતાનપુર પોલીસ સ્ટેશન સહિત અલગ-અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને પોલીસે બન્ની ગજેરાને 'પાસા' હેઠળ ગુનો દાખલ કરવાને લઈને જિલ્લા કલેક્ટરને પ્રપોઝલ મોકલી હતી. જેમાં કલેક્ટરે મંજૂરી આપતા અંતે ગજેરાને જેલ હવાલે કરાયો છે.