Get The App

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી 1 - image


Surat Fake PSI: ગુજરાતમાં ખાણી-પીણીથી લઈને ટોલનાકા, કોર્ટ અને અધિકારીઓ સુધ્ધા નકલી સામે આવી ચુક્યા છે. જોકે, આ નકલીની સિલસિલો હજુય યથાવત છે. હકીકતમાં સુરતમાં ગરબામાં રોફ જમાવતા નકલી PSI ઝડપાયો છે. આ શખસ લોકોને ઓન ડ્યુટી PSI છું એવું કહીને મફતમાં એન્ટ્રી લેતો હતો. જોકે, પોલીસને તેના પર શંકા જતા તપાસ કરતા આ મામલે ઘટસ્ફોટ થયો હતો. 

આ પણ વાંચોઃ જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી 2 - image

શું હતી ઘટના? 

સુરતના ડુમસ ગરબામાં યુવરાજ રાઠોડ નામનો રત્ન કલાકાર પોતે PSI હોવાનો રોફ જમાવતો હતો. હાથમાં વોકીટોકી લઇને ઓન ડ્યુટી PSI છું કહીને મફતમાં એન્ટ્રી લેતો અને ગરબાની મજા માણતો હતો. જોકે, આ દરમિયાન અસલી પોલીસને શંકા જતા તેમણે આ શખસની પૂછપરછ કરી અને તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી 3 - image

પોલીસ સામે માંગી માફી

નોંધનીય છે કે, આરોપી જે વોકીટોકી લઈને ફરતો હતો તે તેના મિત્રનું હોવાનું સામે આવ્યો છે. પોલીસના હાથે ચઢ્યા બાદ તેણે પોતાના કૃત્ય માટે માફી પણ માંગી હતી. જોકે, પોલીસે આ મામલે આયોજકોની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :